ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ વિવાદમાં પાકિસ્તાનની શરતી સંમતિ

ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ વિવાદમાં પાકિસ્તાનની શરતી સંમતિ

ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ વિવાદમાં પાકિસ્તાનની શરતી સંમતિ

Blog Article

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનો વિવાદ ઉકેલવા શરતી સંમતિ આપી દીધી હોવાના અને તેના આધારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ‘હાઇબ્રિડ મોડલ’ મુજબ ટુર્નામેન્ટ યોજવાની મંજૂરી આપી દીધી હોવાના સમાચાર આધારભૂત રીતે મળ્યા છે. હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈ (સંયુક્ત આરબ અમીરાત)માં યોજાશે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે સમજૂતી થઈ છે.

ભારતીય ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ દુબઈમાં રમાશે. સામે પાકિસ્તાને એવી શરત મુકી છે કે, 2026માં ભારતમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં પાકિસ્તાન તેની લીગ મેચો માટે ભારતના પ્રવાસે નહીં આવે, તે મેચો શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

હાઇબ્રિડ મોડલ આધારે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાને કારણે પીસીબીને કોઈ વળતર નહીં મળે. પાકિસ્તાનમાં 1996ના વર્લ્ડ કપ પછી પહેલી વખત આઈસીસી સ્પર્ધા યોજાશે. 1996માં ભારત અને પાકિસ્તાન એ ટુર્નામેન્ટના સહ-આયોજકો હતા. ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે 2012થી કોઈ દ્વિપક્ષી સીરિઝ રમાઈ નથી. ભારતે 2008 પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતીય ટીમ છેલ્લે 2008માં એશિયા કપ માટે પાકિસ્તાન ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2012-13માં દ્વિપક્ષી શ્રેણી રમાઈ હતી. આ પછી બંને ટીમો માત્ર એશિયા કપ અને ICC ટુર્નામેન્ટમાં એકબીજા સામે રમી હતી.

 

Report this page